આ પુસ્તકશ્રેણી દ્વારા 13 થી 18 વર્ષના બાળકો સમક્ષ જગત-સાહિત્યના વિશાલ સાગરમાંથી સિદ્ધહસ્ત લેખકો દ્વારા લખાયેલી યાદગાર અને નીવડેલી કથાઓને રજૂ કરવાનો આશય છે. મૂળ કથાઓનો અહીં સંક્ષિપ્ત અનુવાદન રજૂ કરવામાં આવ્યો છે. આજનાં બાળકો તેના શાળાના લાંબા અભ્યાસક્રમને કારણે ભાગ્યે જ થોડોઘણો નવરાશનો સમય કાઢી શકતા હોય છે. દરેક પુસ્તકમાં બે કથાઓ રજૂ કરવામાં આવી છે. આશા રાખીએ કે આ પુસ્તક-શૃંખલા બને તેટલી લાંબી અને જગત-સાહિત્યની મોટા ભાગની સારી એવી કૃતિઓને તેમાં સ્થાન મળે.